ભટકેલા વૃદ્ધાને 181એ ઘર સુધી પહોંચાડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાં કોઈક અજાણી મહીલાનો 181ની ટીમને ફોન આવ્યો હતો. જેમાંસામેથી કોઈ મહિલા એક માનસિક અસ્થિર વૃદ્ધા ભુલા પડી ગયા હોવાની માહીતી આપી હતી. આથી કાઉન્સેલર કુસુમબેન, કોન્સેટબલ શોભનાબેન અને ડ્રાઈવર રાજુભાઈએ સ્થળ પર જઈ વૃદ્ઘાનું કાઉન્સેલીંગ કરી તેમના ગામ સુધી પહોચાડી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...