તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયજીબાગમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોર્પોરેશનને ગેરકાયદેસર કામ અટકાવ્યું : સુંદરકાંડનાં પાઠ કર્યા

હાઇકોર્ટમાંથી સ્ટે આવે ત્યાં સુધી મહિલાઓ ઉપવાસ કરશે

જૂનાગઢનાંરાયજીબાગનાં રહેણાંક વિસ્તારમાં કોર્મશીયલ બાંધકામ થઇ રહ્યું છે. વિવાદીત બાંધકામને લઇને વિસ્તારની મહિલાઓ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યાં છે. આંદોલનનાં પગલે કોર્પોરેશને નોટીસ પાઠવી કામ અટકાવી દીધું છે. અને માર્જીન બાબતે 10 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. તેમજ આજે મહિલાઓએ સુંદરકાંડનાં પાઠ કર્યા હતાં. મહિલાઓએ જણાવ્યું હતું કે,કોર્પોરેશનને ભલે બાંધકામ અટકાવ્યુ હોય મુદે સોસાયટીનાં લોકો હાઇકોર્ટમાં ગયા છે. હાઇકોર્ટમાંથી સ્ટે આવે ત્યા સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. તેમજ અહીં ખેતીની જમીનમાં રહેણાંક હેતુ માટે બીનખેતી કરવામાં આવી છે. તેમા પાંચ માળનું કોર્મશીલય બિલ્ડીંગ ઉભું થઇ રહ્યું છે. જેનાથી ટ્રાફીકની સમસ્યા ઉભી થશે. જે બાંધકામ થયુ છે તે સંપુર્ણ ગેરકાનુની છે.

હાઇકોર્ટમાંથી સ્ટે આવે ત્યા સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો