તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • અશોક શિલાલેખની હાલતને લઇ જૂનાગઢનાં કોલેજીયનનો પીએમને પત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશોક શિલાલેખની હાલતને લઇ જૂનાગઢનાં કોલેજીયનનો પીએમને પત્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મને તમારા પર વિશ્વાસ છે તમે કડક કાર્યવાહી કરશો

ત્રણ વર્ષમાં 50 માળની બિલ્ડીંગ બની જાય પણ શિલાલેખની ચાર દિવાલ બની

પીએમનરેન્દ્ર મોદી પર દેશનાં અનેક યુવાનોને વિશ્વાસ છે. આવા વિશ્વાસ સાથે કોલેજનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જૂનાગઢનાં જીલ કિકાણીએ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. યુવાને મોદીને પત્રમાં જણાવ્યું હતું કે, જૂનાગઢએ ગુજરાતમાં આવેલુ ખુબ ઐતિહાસિક નામ ધરાવતુ શહેર છે. જૂનાગઢમાં અશોક શિલાલેખ વિશ્વ વિખ્યાત સ્મારક છે.

આસ્મારક તા. 18 જૂલાઇ 2014માં પડી ગયું હતું. ઘટનાને 3 વર્ષ પુરા થશે. હજુ સ્મારક બંધ હાલતમાં છે. આગળ વધતા દેશમામાં ત્રણ વર્ષમાં 50માળનાં મહાકાય મકાનો બની જાય છે. ત્યારે સામાન્ય બાંધકામ કે જેમાં ચાર દિવાલો અને એક ગુંબજનો સમાવેશ થયા છે તેનું સમારકામ હજુ થયું નથી. અહીં આવતા દેશ-વિદેશનાં પર્યટકો તેના દરવાજેથી નારાજ થઇને જાય છે. પુરાતત્વ ખાતાને રૂબરૂ તથા પત્રથી રજુઆત છતા હજુ કામ થયું નથી. ત્યારે એક વિદ્યાર્થી તરીકે તમે જરૂર મારી અપીલ સ્વિકારી અને તેના પર કડક કાર્યવાહી કરશો તેવો મને વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો