તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જિલ્લામાં ધો.12 સા.પ્રવાહમાં એક કોપીકેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂગોળ અને સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય વ્યવહારનું પેપર સરળ નિકળ્યું

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવામાં અાવી રહી છે. ત્યારે ધો.12 સા.પ્રવાહમાં ભૂગોળ અને સેક્રેટરીયલ પ્રેક્ટીસ અને વાણિજ્ય વ્યવહારનું પેપર સરળ નિકળતાં વિદ્યાર્થીઓ ખુશ જોવા મળતાં હતાં. જૂનાગઢ જિલ્લામાં ધો.12 સા.પ્રવાહના ભૂગોળના પેપર કુલ 5471 છાત્રોમાંથી 5312 છાત્રો હાજર રહ્યાં હતાં જ્યારે 159 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં તે રીતે સેક્રેટરીયલ પ્રેક્ટીસ અનેે વાણિજ્ય વ્યવહારના પેપરમાં કુલ 7342 છાત્રોમાંથી 7176 છાત્રો હાજર રહ્યાં હતાં જ્યારે 166 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણની ભગવતી કન્યા વિદ્યાલયમાં એક કોપીકેસ નોંધાયો હતો. આજની રજા પછી સોમવારે ધો.10માં ગણિત, ધો.12 સા.પ્રવાહમાં અર્થશાસ્ત્ર તેમજ વિ.પ્રવાહમાં ગણિતનું પેપર લેવામાં આવશે.

બોર્ડની પરીક્ષામાં હજુ બેજ પેપરો લેવાયાં છે. હજુ ઘણા પેપરો બાકી છે ત્યારે આગામી દિવસોમાં વધુ કડક વલણ અપનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો