તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

38મી ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાનાં 58 ખેલાડીઓ અલ્હાબાદ ખાતે યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં રમવા જશે

રાજ્યકક્ષાનીમાસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધા રાજકોટ ખાતે યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાંથી 35 થી 100 વર્ષના ભાઇઓ-બહેનો ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં દોડ, લાંબીકૂદ, ઉંચીકૂદ, લંગડીફાળકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, હથાેડાફેંક, ઝડપીચાલ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના 154 ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઇ 70 ગોલ્ડ, 62 સિલ્વર, 31 બ્રોન્ઝ સાથે 163 મેડલ મેળવ્યાં હતાં. અત્યાર સુધીમાં સૌથી વધારે મેડલ મેળવી જૂનાગઢ જિલ્લાનાં 58 ખેલાડીઓ આગામી તા.22 થી 27 માર્ચ રાષ્ટ્રકક્ષાએ અલ્હાબાદ ખાતે 38મી ઓલ ઇન્ડીયા માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપમાં રમવા જશે. તમામ ખેલાડીઓને જૂનાગઢ જિલ્લા માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા શુભેચ્છા આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેડીકલ કોલેજના ડીન ડો.સુરેશ રાઠોડ, જે.પી.કોટડીયા, ઇકબાલભાઇ મારફત્યા, વિશાલ દિહોરા, મનસુખભાઇ વાજા સહીતના મહેમાનો હાજર રહી ઓલ ઇન્ડીયાની સ્પર્ધા અંગે શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતની ટીમનાં મેનેજર તરીકે જૂનાગઢ હારૂણભાઇ વિહળ અને ડો.આર.કે.કુરેશીની કોચ તરીકે પસંદગી થઇ છે.

રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલા સિનીયર સીટીઝનો. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો