તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • યાર્ડમાં કેરીની સીઝનનાં પ્રથમ દિવસે 105 બોક્સની આવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાર્ડમાં કેરીની સીઝનનાં પ્રથમ દિવસે 105 બોક્સની આવક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડૂતોને બોક્સનાં 1000થી વધુનો ભાવ મળ્યો

જૂનાગઢમાર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ છે. હરાજીનાં પ્રથમ દિવસે 105 બોક્સની આવક થઇ છે. તેમજ એક બોક્સનાં 1000થી વધુ ભાવ રહ્યા છે.

ફળોનો રાજા કેરીનાં સ્વાદને ચાખવા સ્વાદશોખીનો રાહ જોતા હોય છે. સોરઠની કેસર કેરીની બજારમાં સારી એવી માંગ રહે છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ છે. કેરીની સીઝન શરૂ થતાં માર્કેટીંગ યાર્ડમાં કેરીની સુગંધ ફેલાઇ ગઇ છે. સીઝનનાં પ્રથમ દિવસે કેરીનાં 105થી વધુ બોક્સ આવ્યા હતા. યાર્ડમાં કેરીની આવક થતાં વેપારીઓએ બોક્સને ઘેરી લીધા હતા. સીઝનમાં કેરીનાં ભાવ 1000થી વધુ મળ્યા હતા. સીઝનમાં ઉંચા ભાવથી કેરીનું બજારમાં આગમન થયું છે.

બજારમાં ગત વર્ષ જેટલી ખાખડી દેખાઇ નથી, ત્યાં દાબ નંખાય તેવી કેરી યાર્ડમાં આવી પહોંચી છે. સોરઠનાં કેટલાય આંબામાં વહેલી કેરી અાવી જતાં ખેડૂતો ખૂશહાલ જણાયા છે. વાતાવરણ મુજબ કેરીની સીઝન લાંબી ચાલે તેમ જણાય છે.

50 મણથી વધુ આવક

માર્કેટીંગયાર્ડમાં કેરીની આવકમાં પ્રથમ દિવસે 50 મણથી વધારે આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો