તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક ઉર્ત્કષ મંડળનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીઆરસીનું કામ માત્ર મોનીટરીંગનું છે નાણાંની સત્તા નથી

માળિયા હાટિનામાં કન્યા શાળાનાં આચાર્યે નાણાં ઉપાડી વાપરી નાંખ્યા

માળિયાહાટિનામાં બોગસ હોસ્ટેલનાં નામે નવ લાખનું કૌંભાડ થયાની ચર્ચા જાગી છે.તેમજ ના.ડીપીઇઓએ કરેલી તપાસમાં નાણાકીય ગેરરીતી થયાની વિગતો સામે આવી છે. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જૂનાગઢ જિલ્લા પ્રાથમિક ઉર્ત્કષ મંડળનાં ભરતભાઇ રાઠોડે આક્ષેપ કરી જણાવ્યું હતું કે,માળિયા કન્યા શાળાની એસએમસી નીચે ચાલતી હોસ્ટેલ બોગસ છે તેવુ તપાસમાં આવતા કન્યા પે.સે.શાળાનાં આચાર્ય દ્વારા દરખાસ્ત કરી હોય તેમજ એસએમસી દ્વારા વાલી સમિતી, બાળ મિત્ર ભરતી, વર્ક ઓર્ડર, ઓનલાઇન એંટ્રી, ઓડીટ વગેરે કરવાનું હોય છે. એસએમસીની સંપૂર્ણ દેખરેખ નીચે હોસ્ટેલ ચલાવાતી હોય છે. પરંતુ આચાર્ય પોતાનાં અંગત ઉપયોગમાં નાણા ઉપાડ કરીને વાપરી નાખતા તપાસમાં બીઆરસી ઉપર આક્ષેપ થયો છે. આમા બીઆરસી કે સીઆરસીની કોઇ ભુમિકા હોતી નથી. બીઆરસીએ માત્રમોનીટરીંગ કરવાનું હોય છે. નાણાની સત્તા તેની પાસે હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો