તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માંગરોળ મળી આવેલી બાંગ્લાદેશી સગીરા પ્રકરણમાં સનસની ખેજ ઘટસ્ફોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળ મળી આવેલી બાંગ્લાદેશી સગીરા પ્રકરણમાં સનસની ખેજ ઘટસ્ફોટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સગીરાને હવસનો શિકાર બનાવનાર સહિત 28 સામે પણ ગુનો દાખલ

માત્ર 3 હજાર બાંગ્લાદેશી ચલણ \\\"ટાકા\\\'ની લાલચમાં આવી માસા માસીએ વેચી નાખી

ગુરૂવારેસવારના રોજ માંગરોળ બસ સ્ટેન્ડમાંથી એસટી કર્મચારીને મળી આવેલી બાળકીને જૂનાગઢના શીશુમંગલમાં લાવ્યા બાદ તેનું મેડિકલ ચેક કરાયું હતુ. જેના આધારે પોલીસે સગીરા પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધી હતી. તો બાંગ્લાદેશના ચંદનપુરમાં રહેતા સગીરાના માસી અને માસા ઇસ્માઇલભાઇએ માત્ર 3000 જેટલા બાંગ્લાદેશી ચલણમાં વહેંચી નાખી હોવાનું જાણવા મળ્યું હતુ. તો સગીરાને માસામાસી અને ચંદનપુરના શખ્સ સાયોને બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરાવી હતી તો ઘટનામાં કલકતાના ટીકા,મુંબઇના રોની, અમદાવાદના રાજુ ઉર્ફે શ્રીકાંત,માંગરોળના વર્ષાબેન સામે સગીરાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવા મજબુર કરવા અંગે માંગરોળ પોલીસે ગુનો નોંધ્યો હતો. તો સગીરાને હવસનો શિકાર બનાવનાર અમદાવાદના 7 અને માંગરોળના 14 શખ્સ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

10 શખ્સોની પુછપરછ | વર્ષાનીઅટકાયત કર્યા બાદ તેના મોબાઇલની કોલ ટીટેઇલ મેળવી હતી. જેના આધારે 10 શકમંદોને પોલીસે સ્ટેશને લાવી પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો