તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેઇટ નાઇટ કવરેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરતાલુકાનાં દાદરગીર ગામે રહેતા નિલમ બેન સુરેશભાઇ દેશાઇ (ઉ.વ.65)નું અકસ્માત થયું હતું. અકસ્માતમાં ઇજા પહોંચતા બ્રેઇન ડેડ થઇ ગયું હતું. સામાન્ય રીતે બ્રેઇન ડેડ થયા પછી વ્યક્તિની જીવવાની આશા નહિંવત રહે છે. તબીબની ભાષામાં તેમને મૃત ગણવામાં આવે છે. પરંતુ આવા વ્યક્તિનાં શરીરનાં અંગે જેવાકે બે કિડની લીવર, આંખ વગેરે કાર્યરત હોય છે. તેનું દાન કરી શકાય છે. વિસાવદરનાં નિલમબેન સાથે થયેલી ઘટના બાદ તેમના પુત્ર બિમલભાઇ અને પરિવારે દેહદાનનો નિર્ણય કર્યો હતો. આજે શનિવારની મોડી રાત્રે જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી માટે અમદાવાદની આઇ.કે.ડી. આર.એલ. આઇ.ટી.એસ હોસ્પિટલનાં ચીફ સર્જન ડો. પ્રાંજલ મોદી, આસી. સર્જન ડો. સુચિત, ડો. મિતુલ, ડો. રંજક, ડો. મિતાલી સહિતની ટીમ જૂનાગઢ આવી પહોંચી હતી. અને વૃદ્ધાના બે કિડની, લીવર અને બે આંખ સર્જરી કરી લઇ ગયા હતા. તકે ત્રિમૂર્તિ હોસ્પિટલનાં ડી.પી. ચિખલીયા, ડો. અમિત ભુવા હાજર રહ્યા હતા.

માતાના આત્માને શાંતિ મળશે

બિમલભાઇએજણાવ્યું હતું કે, આજે મારા માતાનાં બ્રેઇન ડેડ બાદ બે કિડની, લીવર અને બે આંખનું દાન કર્યું છે. જેનાથી પાંચ જીવને અંગો મળી રહેશે. અને મારી માતાનાં આત્માને શાંતિ મળશે.

નિલમબેનનાં અંગો અમદાવાદની ટીમ લઇ જશે. અને જરૂરીયાત વાળા દર્દીમાં અંગોનું પ્રત્યારોપણ કરશે. સવારે 4 વાગ્યા સુધી સર્જરી ચાલશે તેમ તબીબોએ જણાવ્યું હતું. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય વ્યક્તિમાં અંગોનું પ્રત્યારોપણ થશે

દાદરગીરની વૃદ્ધાનાં બે કિડની, લીવર બે આંખનું દાન

@ 12 : 00

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો