તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એજન્સી ગાયબ થતાં ઉજાલા ગુજરાતના લેમ્પ બદલવા ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે

એજન્સી ગાયબ થતાં ઉજાલા ગુજરાતના લેમ્પ બદલવા ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારની ઇઇએસએલ કંપનીને ઉજાલા ગુજરાત અંતર્ગત એનર્જી સેવર બલ્બ, ટયુબલાઇટ અને પંખાનું વેંચાણ કરવા કામગીરી સોંપવામાં આવી હતી. ઇઇએસએલ એ આ કામગીરી માટે એજન્સીની નિમણુંક કરી હતી. આ એજન્સીએ જૂનાગઢ જિલ્લામાં 20 થી વધુ સેન્ટરો ખોલી બલ્બ, ટયુબલાઇટ અને પંખાનું વેંચાણ કર્યું હતું. આ ઉપકરણોમાં 2 થી લઇને 3 વર્ષની વોરંટી આપવામાં આવી હતી. હવે આ એજન્સી ગાયબ થઇ જતા લોકો ઇલેકટ્રીક ઉપકરણો બદલવા માટે ધક્કા ખાઇ રહ્યા છે. આ માટે એજન્સી એક બોર્ડમાં નંબર લખતી ગઇ છે જેના પર કોઇનો સંપર્ક થઇ શકતો નથી જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...