તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવ ચોકમાં જાહેર પાર્કિંગમાં મનપાનું દબાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના રાણાવાવ ચોકમાં મનપા દ્વારા જાહેર જનતા માટે તેમજ રિક્ષાઓ માટે પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે.

જોકે આ સ્થળ પર મનપા દ્વારા જ દબાણ કરવામાં આવ્યું છે જેના કારણે વાહન ધારકોને પોતાના વાહન પાર્કિંગ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થળે અગાઉ એક ખાનગી ટ્યુશન કલાસીસનો કબ્જો હતો. બાદમાં મનપાએ તે કબ્જો દૂર કરાવ્યો પરંતુ હવે ખુદ મનપાએ જ કબ્જો જમાવ્યો છે !

મનપાએ રોડ રસ્તાના કામ માટેના મટીરીયલ્સના ઢગલા કરી દીધા છે જેના કારણે રિક્ષા સ્ટેન્ડ હોવા છતાં રિક્ષા ચાલકો ત્યાં રિક્ષા પાર્ક કરી શકતા નથી તેમજ અન્ય વાહન ચાલકો પણ વાહન પાર્ક કરી શકતા નથી.ત્યારે મનપા આ મામલે સત્વરે યોગ્ય કરે જેથી વાહન પાર્કિંગની સમસ્યામાંથી લોકોને મુકિત મળે.

અન્ય સમાચારો પણ છે...