તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોળી વાળાનો બેકારીનો પ્રશ્ન હલ કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ડોળીવાળા તથા તેડાગર રોપ વે બનતા બેકારોના આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેને લઈ ડોળી વાળા અને કોળી સમાજના આગેવાન બટુકભાઈ મકવાણા, સોમાભાઈ, કિશોરભાઈ, જીકાભાઈ, કાથડ ઘુઘા, મનસુખભાઈ, હરસુખભાઈ, ધીરૂભાઈ, ભગવાનભાઈ ની સર્વપક્ષીય બેઠક મળી હતી. જેમાં ડોળીવાળા બેકાર બને તે પહેલા કાયમી રોજગાર મળી રહે તે માટે કલેક્ટરને 8 થી 10 વાર અાગેવાનોએ આવેદન આપેલ છે. છતાં પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. જૂનાગઢ વડાપ્રધાન અને મુખ્યમંત્રી 23ના આવે ત્યારે પ્રશ્ન હલ કરવા માંગ કરી છે. નહિંતર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...