તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh સેલવાસ, વાપી, પોરબંદરમાં અચાનક વાતાવરણ પલટાયું

સેલવાસ, વાપી, પોરબંદરમાં અચાનક વાતાવરણ પલટાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે દરિયાકાંઠાના જૂનાગઢ, પોરબંદર, વાપી, સેલવાસ સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશમાં અચાનક જ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દાદરાનગર હવેલીમાં વીજળીના થાંભલા ભોયભેગા થઈ ગયા હતા. નજીકના પરજાઈ ગામે એક યુવાનને વીજકરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

સરીગામ, કપરાડા, સેલવાસ વગેરે સ્થળે પણ સૂસવાટા સાથે પવન ફૂંકાયો હતો અને વરસાદ પડ્યો હતો. અનેક ઠેકાણે વૃક્ષ ધારાશાયી થઈ ગયા હતા. પોરબંદર અને કેશોદમાં પણ અચાનક વરસાદ આવતા ભારે અફરાતફડી મચી હતી. માછીમારોને દરિયામાં નહીં જવાની સૂચના અપાઈ છે.

સેલવાસમાં વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

આજે દક્ષિણ ભારતમાં રેડ એલર્ટ જાહેર
તિરુઅનંતપુરમ | દક્ષિણના ત્રણ રાજ્યો કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં રવિવારે ભારે વરસાદની ચેતવણીના પગલે રેડ એલર્ટ જાહેર કરાયો છે. કેરળમાં પલ્લકડ જિલ્લામાં સાવચેતીના પગલાં રૂપે માલમપુઆ બંધના દરવાજા ખોલી દેવાયા છે. ત્રણેય રાજ્યોના કાંઠા વિસ્તારમાં ચક્રવાતની પણ ચેતવણી અપાઈ છે. દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...