તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 60 કરોડના ખર્ચે તૈયાર થયેલ 2 લાખ લિટરના દૂધ પ્રોસેસીંગ યુનિટનું પીએમ કરશે ઉદ્ધાટન

60 કરોડના ખર્ચે તૈયાર થયેલ 2 લાખ લિટરના દૂધ પ્રોસેસીંગ યુનિટનું પીએમ કરશે ઉદ્ધાટન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ સંઘના 50 કરોડના સ્વભંડોળના મળી કુલ 60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 2 લાખ લિટરના દૂધ પ્રોસેસીંગ પ્લાન્ટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.આ અંગે સંસ્થાના ફાઉન્ડર અને ચેરમેન રામશીભાઇ ભેટારીયાએ જણાવ્યું હતું કે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદીએ દૂધ સંઘનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ દૂધ સંઘ દ્વારા પશુપાલકોને 580 પ્રતિ કિલોફેટનો ભાવ મળી રહ્યો છે. હાલ 374 દૂધ મંડળીઓ કાર્યરત છે. સંસ્થાના 8 વર્ષના ગાળામાં સભાસદોને 2 કરોડ રૂપિયો ભાવફેરમાં ચૂકવવામાં આવ્યો છે.વંથલી પાસેના ખોખરડા ફાટક પાસે કાર્યરત આ પ્લાન્ટમાં સરકારની 8.37 કરોડની સહાય મળી છે જેનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ધાટન કરાશે.

અન્ય સમાચારો પણ છે...