તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ શહેરમાં ભારતમીલનાં ઢોરા પાસેથી રીક્ષાની ઉઠાંતરી

જૂનાગઢ શહેરમાં ભારતમીલનાં ઢોરા પાસેથી રીક્ષાની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ભારતમીલના ઢોરા પાસે નાના હનુમાનવાળી ગલીમાં રહેતા ઐયુબભાઈ અલ્લારખભાઈ પરમારએ 31 મેના વેચાણ કરાર ઉપર રીક્ષા આણંદના શખ્સ પાસેથી ખરીદી કરી હતી.

શુક્રવારે ઐયુબભાઈએ રાત્રે રીક્ષા પોતાના ઘર પાસે પાર્ક કરી સુઈ ગયા હતા અને રીક્ષા સહી સલામત છે કે નહી તે જોવા રાત્રે 2 વાગ્યે ઉઠ્યા પણ હતા. આ દરમિયાન રીક્ષા સહિ સલામત હોવાથી તે પાછા સુૂઈ ગયા હતા.જોકે રાત્રે બે વાગ્યા પછી કોઈ અજાણ્યા શખ્સો રીક્ષા ચોરી ગયા હતા. સવારે ઐયુબભાઈને રીક્ષા નજરે ન ચડતા ચોરી થયાની શંકાએ તેઓ એ ડીવીઝન પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈ એ ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી અજાણ્યા વાહન ચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...