• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભવનાથ મંદિરના મહંત પદે ફરી બે વર્ષ માટે હરિગીરીબાપુની નિમણુંક

ભવનાથ મંદિરના મહંત પદે ફરી બે વર્ષ માટે હરિગીરીબાપુની નિમણુંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િજલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ કર્યો હુકમ

ભારતીબાપુ મંદિરના પ્રબંધક તરીકે સેવા આપશે

ગરવાગીરની ગોદમાં આવેલા ભવનાથ મંદિરના મહંત તરીકે ફરીવાર હરીગીરી બાપુની નિમણુંક કરાઇ છે. અત્યાર હરીગીરી બાપુ બે વર્ષ માટે મહંત તરીકે રહેશે જ્યારે ભારતીબાપુ મંદિરના પ્રબંધક તરીકે સેવા આપશે. ગરવા ગીરનારની ગોદમાં આવેલા પ્રસિધ્ધ એવા ભવનાથ મંદિરના મહંત હરિગીરીબાપુની શિવરાત્રી પહેલા મુદ્દત પુરી થઇ જતાં કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાએ આગામી બે વર્ષ માટે હરિગીરી બાપુની ફરીવાર મહંત તરીકે નિમણુંક કરી છે. જોકે હરીગીરીબાપુ જૂનાગઢમાં વધુ સમય રહેતા હોવાથી મંદિરના પ્રબંધક તરીકે મહામંડલેશ્વર ભારતીબાપુ સેવા આપી રહ્યા છે.મંદિરનો વહિવટ ભારતીબાપુના અધ્યક્ષતાવાળી સમિતી કરશે સમિતીમાં ઇન્દ્રભારતીબાપુ,મહાદેવગીરીબાપુ, દિનેશગીરીબાપુ વગેરે સાધુ સંતો પણ સભ્ય તરીકે નિમાયાં છે. અત્રે નોંધનીય છે કે, ભવનાથનાં મહંતની નિમણુંકમાં િજલ્લા કલેકટરની ભૂમિકા સામેલ થઇ છે. ગત વર્ષે પણ હરિગીરીજીની એક વર્ષ માટે નિમણુંક થઇ હતી. જો કે, બાદમાં રૂટીન કામગીરી માટે જયશ્રીકાનંદગીરીની એન્ટ્રી થતાં વિવાદ થયો હતો.

ભવનાથ મંદિરનો વિકાસ થાય તેવા અમારા પ્રયાસો રહેશે

હરીગીરીબાપુનીમંદિરના મહંત તરીકે નિમણુંક કરતા મને આનંદ થયો મંદિરના પ્રબંધક તરીકે મારી નિમણુંક કરાઇ છે. જેથી ભવનાથ મંદિરનો વિકાસ થાય તેવા અમારા પ્રયાસો રહેશે. -મહામંડલેશ્વર ભારતીબાપુ

અન્ય સમાચારો પણ છે...