PI ,PSIની ચેમ્બરમાંથી એસી હટાવવાનો સરકારનો નિર્ણય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના પોલીસ સ્ટેશનમાંથી AC હટાવવા આદેશ

જૂનાગઢમાં સ્પેશ્યલ બ્રાંચ સિવાયના પોલીસ સ્ટેશનોમાં AC નથી !

રાજ્યનાતમામ પોલીસ સ્ટેશનમાં પીઆઇ અને પીએસઆઇની ચેમ્બરમાંથી એસી હટાવી લેવા સરકારે આદેશ કર્યો છે. જોકે જૂનાગઢ શહેરમાં સ્પેશ્યલ બ્રાંચ સિવાયના પોલીસ સ્ટેશનમાં એસી નથી. જોકે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એસી હટાવી લેવા પોલીસ વડાએ આદેશ કર્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પીએસઆઇ અને પીઆઇની ચેમ્બરમાંથી એસી હટાવી લેવા આદેશ કર્યો છે. પરિપત્ર મુજબ પીઆઇ પીએસઆઇની એસી મળવાપાત્ર નથી અને છતાં તેનું વિજબીલ સરકારે ભરવુ પડે છે. તેમજ ઓફિસમાં થાણા અધિકારી બેસી રહેતા હોવાથી ગુનાખોરી વધતી હોવાનું સરકારનું માનવુ છે. સરકારી પરિપત્રને લઇ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ પીએસઆઇને આદેશ કરી જે તે પીએસઆઇની ચેમ્બરમાં એસી કોણે ફીટ કરાવી અાપ્યું કેટલા સમયથી લાગેલું છે. તેમજ જો સ્ટેશનમાં એસી લગાવ્યું હોય તો તાત્કાલિક દુર કરવા આદેશ કર્યો છે. જોકે જૂનાગઢ શહેરમાં સ્પેશ્યલબ્રાંચને બાદ કરતા અેક પણ પોલીસ સ્ટેશનમાં એસી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...