તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં બાંધકામ કરતા મજુરોનાં સંતાનોને મળશે હવે શિક્ષણ સહાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં બાંધકામ કરતા મજુરોનાં સંતાનોને મળશે હવે શિક્ષણ સહાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તમ શિક્ષણ મેળવી કારકિર્દીનાં ઘડતર માટેનું આયોજન

જૂનાગઢમાંબાંધકામ સાથે સંકળાયેલા મજુરોનાં પરિવારોમાં અભ્યાસ કરતા સંતાનોને અભ્યાસ પ્રમાણે શિક્ષણ સહાય આપવામાં આવશે. જેમાં લાભાર્થીઅો સરદારબાગ ખાતેની કચેરી ખાતે ફોર્મ મેેળવી રહ્યા છે.

જૂનાગઢમાં બાંધકામનાં વ્યવસાય સાથે સંકળાયેલા બાળકો માટે પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરે તેવા હેતુ સાથે શિક્ષણ સહાયથી યોજના શરૂ કરવામાં આવી હતી. ધો.1થી 4માં અભ્યાસ કરતા રૂ. 500, ધો. 5થી 9માં રૂ. 1 હજાર, ધો. 10થી 12માં રૂ. 2 હજાર, આઇટીઆઇમાં 5 હજાર, ડીપ્લોમાં 5 હજાર, ડીગ્રી કોર્ષ રૂ. 10 હજાર, પીજી કોર્ષમાં રૂ. 15 હજાર સહાય મળશે. તબીબી ક્ષેત્રમાં મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી ડીગ્રી કોર્ષ, અેમબીએ, એમસીએ, આઇઆઇટીમાં રૂ. 25 હજાર મળે. પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફિઝીયોથેેરાપી, હોમિયોપેથી, આયુર્વેદમાં રૂ. 15 હજાર તેમજ પીએસડી, એમ.ફીલમાં રૂ. 25 હજાર સુધી સહાય મળશે. જે માટે બાંધકામ શ્રમિકો સરદાર બાગ ખાતે આવેલી નાયબ નિયામકની કચેરી ખાતે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં ફોર્મ ભરતા જોવા મળે છે. યોજનાથી બાંધકામ મજુરોમાં આર્થિક રીતે થોડી રાહત થઇ છે.

હોસ્ટેલ સુવિધા યોજના

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો