તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢનાં 61 પ્રજ્ઞાચક્ષુ બાળકોને સ્કુલ વાન અર્પણ થતાં શાપુર ભણશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢનાં 61 પ્રજ્ઞાચક્ષુ બાળકોને સ્કુલ વાન અર્પણ થતાં શાપુર ભણશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોટરી કલબે રાષ્ટ્રીય અંધજન મંડળને વાન ભેટ આપી

જૂનાગઢમાંરાષ્ટ્રીય અંધજન મંડળના 61 પ્રજ્ઞાચક્ષુ બાળકો શાપુર નોર્મલ બાળકો સાથે ભણી શકે તે હેતુથી રોટરી ક્લબ દ્વારા સ્કૂલ વાન અર્પણ કરવામાં આવી હતી.તેમજ સંસ્થાના વિશિષ્ટ શિક્ષકોને નેશનલ બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

જૂનાગઢ રાષ્ટ્રીય અંધજન મંડળમાં 61 પ્રજ્ઞાચક્ષુ દિકરા-દિકરીઓ સંસ્થા ખાતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.જે વિદ્યાર્થીઓને નજીકમાં આવેલ શાપુર ખાતે નોર્મલ સ્કૂલમાં મોકલવામાં આવે છે અને સંસ્થા ખાતે ખાસ તાલીમ પામેલા વિશિષ્ટ શિક્ષકો દ્વારા પણ શિક્ષણ,તાલીમ આપવામાં આવે છે.આ દિવ્યાંગો માટે રોટરી ક્લબના દાતા જૈકુંવરબેન ધીરજલાલ મહેતા તરફથી સ્વ.ધીરજલાલ ભગવાનજી મહેતાના સ્મરણાર્થે સ્કૂલવાન અર્પણ કરવામાં આવી હતી.આ તકે અજયભાઇ પંચમીયા,તુષારભાઇ પટેલ,કેતનભાઇ દોશી,જૈકુંવરબેન મહેતા હાજર રહ્યાં હતાં.તેમજ જૈકુંવરબેને પ્રજ્ઞાચક્ષુ દિકરા-દિકરીઓને ભણી-ગણીને આગળ વધે અને સ્વાવલંબી બને તેવા આશિર્વાદ આપ્યાં હતાં.આ કાર્યક્રમમાં સંસ્થાના વિશિષ્ટ શિક્ષકોને નેશનલ બિલ્ડર એવેાર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.તેમ સંસ્થાના પ્રેસીડેન્ટ ડી.કે.શાહે જણાવ્યું હતું. દાતાઓ દ્વારા સંસ્થાનાં બાળકો માટે ઉત્તમ સુવિધા પુરી પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો