તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વિસાવદરનાં ધારાસભ્યએ જૂનાગઢ તાલુકાનાં 13 કામોમાં ગ્રાન્ટ ફાળવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરનાં ધારાસભ્યએ જૂનાગઢ તાલુકાનાં 13 કામોમાં ગ્રાન્ટ ફાળવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુગર્ભ ગટર, રસ્તા, સ્મશાનનાં કામોમાં પૈસા ફાળવ્યા

વિસાવદરનાંધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર, ઉમરાળા, બિલખા, બાદલપુર વગેરેમાં ગટર અને રસ્તાનાં કામોમાં લાખો રૂપિયા ફાળવ્યા હતા.

જૂનાગઢ તાલુકાનાં સીસી રોડ, સ્મશાન, ભુગર્ભ ગટર, દિવાલ વગેરે વિકાસ કામોમાં વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ લાખોની ગ્રાંટ ફાળવી છે. ઇંટાળા પાસે બોર, ડુંગરપુર ગામે મુસ્લિમ કબ્રસ્તાનમાં બોર, ઉમરાળા દિવાલ, કેરાળા ભુગર્ભ ગટર, બિલખા દલિતવાસ સીસી રોડ, બાદલપુરમાં રોડ, સેમરાળા બોર, બગડુ સ્મશાન છાપરી, આણંદપુરમાં સીસી રોડનુ઼ં કામ કર્યુ હતુ.

ડુંગરપુર ખાંટ સમાજ બાજુ સીસી રોડ, ડુંગરપુર સ્મશાન તરફ સીસી રોડ, વિજાપુર સીસી રોડ અને સોડવદર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ સમિતીમાંથી બોર કરવા માટેની ગ્રાંટ ફાળવી હતી. અંદાજે 20 લાખથી પણ વધુની રકમની ગ્રાંટ ફાળવી તેમણે પ્રજાની સુવિધાઓ માટેનું જણાવ્યું હતું.

રૂા.32 હજારનાં કામોથી માંડી 3 લાખ સુધીનાં કામો કર્યા છે. કોંગ્રેસ ખાતે કામો અંગે માંગણી કરવામાં આવી હતી. જયારે વિસાવદરનાં ધારાસભ્યએ કામો કર્યા હતા. કામોની સાથે તેમણે પ્રજાનો પણ આભાર માન્યો હતો.

પોતાના મતવિસ્તારની સાથે જૂનાગઢ તાલુકાનાં ગામડાઓમાં લાખોની ગ્રાંટ ફાળવી પ્રજાની જાગૃતિ અંગે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીનાં મહામંત્રી વી.ટી.સીડાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો