તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સોરઠમાં બંધને મળ્યો પ્રતિસાદ, બજારો રહી બંધ, ઠેર ઠેર રેલી કાઢી સુત્રોચ્ચાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોરઠમાં બંધને મળ્યો પ્રતિસાદ, બજારો રહી બંધ, ઠેર ઠેર રેલી કાઢી સુત્રોચ્ચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનામાંદલિત યુવાનો પર થયેલા અત્યાચારનાં પગલે આજે દલિત સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે ગીર-સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ જિલ્લાનાં તાલુકા અને શહેરોમાં બંધને પ્રતિસાદ મળ્યો હતો. જેમાં કયાંક અડધો દિવસ તો કયાંક પુરો દિવસ બજારો બંધ રહી હતી. જેમાં વંથલી, કેશોદ, તેમજ બાંટવાનાં પાજોદ ગામ પાસે ટોળાએ ચક્કાજામ કરતાં વાહન વ્યવહાર થોડીવાર માટે ખોરવાયો હતો.

વેરાવળ: વેરાવળમાંબંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જયાર સવારે થોડી કલાક દુકાનો બંધ રહયા બાદ રાબેતા મુજબ ખુલી ગઇ હતી. અને તકે પોલીસ દ્વારા પણ કોઇ અનિચ્છ બનાવ બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રહયો હતો. સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જયારે બુધવારે પણ વેરાવળ ડેપોની તમામ બસો બંધ રહી હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું.

માંગરોળ: માંગરોળમાંસવારે સાડા અગીયાર વાગ્યે દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે રેલી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરી અને દુકાનો બંધ કરાવી હતી. અને ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સુત્રોચ્ચાર કરી રેલીનું વિસર્જન કરાયું હતું. તકે દલિત સમાજનાં પ્રમુખ જાદવભાઇ ગોહેલ, ન.પા. પ્રમુખ મનીષ ગોહેલે સમાજનાં યુવાનોને શાંતિ જાળવવા અનુરોધ કરાયો હતો. તકે ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

કેશોદ: કેશોદમાંસવારે બજારો ખોલી હતી બાદમાં 11 કલાકે ચાર ચોકમાં એકઠા થયેલા ટોળાએ રસ્તા રોકી ટ્રાફિક જામ કરી દીધો હતો. જોકે પોલીસ આવી જતાં ટોળુ વિખેરાઇ ગયું હતું. બાદમાં રેલી કાઢી શહેરનાં માર્ગો પર ફરી સુત્રોચ્ચારો કર્યા હતાં અને દુકાનો બંધ કરાવી હતી. તકે શાળાઓનું શિક્ષણ પણ બંધ રહયું હતું. જોકે તકે એસટીનાં 162 રૂટો પણ બંધ રહયાં હતાં. અને શહેરની પાનનાં ગલ્લાથી લઇ ચા સ્ટોલોની દુકાનો પણ બંધ રહી હતી. જોકે અમુક દુકાનોમાં તોડફોડ કર્યાનાં સમાચાર પણ મળ્યાં હતાં. જોકે શહેરમાં માંગરોળ, મેંદરડા અને જૂનાગઢ શહેરની પોલીસ પણ બંદોબસ્તમાં હાજર રહી હતી.

બાંટવા: બાંટવાશહેર આખો દિવસ શાંતિપુર્ણ બંધ રહયું હતું. જોકે બાંટવામાં મંગળવાર રાત્રીનાં એક યુવાને અને તે પહેલા ત્રણ યુવાને દવા પીધી હતી. જેમાં હાલ ચારેય વ્યકિતઓ રાજકોટ ખાતે સારવાર લઇ રહયાં છે. ત્યાંથી જાણવા મળતી માહિતી મુજબ ચારેયની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળે છે. જોકે બંધમાં વેપારીઓ સાથે જોડાઇને પુરો સહકાર આપ્યો હતો અને અડધો દિવસ બજાર સ્વયંભુ બંધ રહી હતી.

માળિયા: ઊનાનાંમોટાસમઢીયાળાની ઘટનાને પગલે માળિયા શાંતિપુર્ણ રીતે બંધ રહયું હતું. તકે માળિયા તાલુકા દલિત સમાજનાં આગેવાનો ભીખુભાઇ ગોહીલ, બાબુભાઇ મકવાણા, વિનુભાઇ માકડીયા, ડાયાભાઇ મહિડા, સરપંચ નરશી મકડીયા, એડવોકેટ હરેશભાઇ ખાણીયા સહિતનાં આગેવાનોએ બપોર બાદ દુકાનો બંધ રાખવા અનુરોધ કર્યો હતો. અને જેના પગલે વેપારીઓએ સહકાર આપી બપોર બાદ પોતાની દુકાનો બંધ રાખી હતી.

ભેંસાણ: ભેંસાણમાંબંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને મોટાભાગની બજારો ખુલ્લી રહી હતી. પરંતુ ભેંસાણના ચુડા ગામ સવારનાં 8 થી સાંજનાં 5 સુધી સંપુર્ણ પણે બંધ રહયું હતું.

શાપુર: જૂનાગઢનજીક આવેલું શાપુર ગામે આજે સંપુર્ણ દિવસ બંધ રહયું હતું. અને શાપુરનાં દલિત આગેવાનો દ્વારા કરાયેલી અપીલને પુરૂ સર્મથન આપ્યું હતું.

માણાવદર: માણાવદરમાંબંધનાં એલાનને જબરો પ્રતિસાદ મળ્યો હતો. અને તમામ બજારો બંધ રહી હતી. જોકે તકે તાલુકા દલિત સમાજ દ્વારા શહેરમાં રેલી કાઢી ઘટનાને વખોડી કાઢી હતી. તો બીજી તરફ શહેરનાં શાળા - કોલેજો પણ બંધ રહયાં હતાં. તકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહયો હતો.

કોડીનાર: કોડીનારમાંદલિત યુવાન દ્વારા રેલી કાઢી ગામ બંધ કરાવવા નિકળ્યાં હતાં. જોકે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ હરીભાઇ વિઠ્ઠલાણીની સમજુતીથી રેલી બંધ રાખી હતી. અને બપોર બાદ શહેરની દુકાનો બંધ રહી હતી. જોકે બપોરનાં 4 કલાકે મિતીયાજ ગામે દલિત સમાજનાં લોકો રોડ પર ઉતરી આવ્યાં હતાં અને એક કલાક સુધી ચક્કાજામ કર્યા હતાં. બાદમાં સમજાવટ થતાં ફરીથી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઇ ગયો હતો.

માણાવદર

કેશોદ

માંગરોળ

કોડીનાર

શાપુર

ભેંસાણ

માળિયા

વેરાવળ

બજારો સુમસામ જોવા મળી હતી, દલિત સમાજ દ્વારા રેલી કાઢી સુત્રોચ્ચાર કરાયા હતા અને બજારો બંધ કરાવવામાં આવી હતી. તસવીર- રવિ ખખ્ખર, વિવેક મહેર, મનિષ મહેતા, નિલેશ પાણખાણિયા, મહેશ કાનાબાર, અરૂણ મહેતા, ધનેશ રાચ્છ, અરવિંદ સુચક

ગુજરાત બંધનાં એલાનનાં પગલે મોટા ભાગનાં તાલુકા અને શહેરોની દુકાનો બંધ રહી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો