Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાલ સહિત 11 ગામોનાં લોકોનું કલેકટરને આવેદન
જૂનાગઢતાલુકાનાં વડાલ સહિતનાં 11 ગામોનાં લોકોએ ઊનાનાં મોટા સમઢીયાળામાં દલિતો પર થયેલા અત્યાચારનાં પગલે જૂનાગઢ કલેકટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
જૂનાગઢ તાલુકાનાં વડાલ ચોકી, કાથરોટા, ભીયાળ, કેરાળા, માળિયા, ઝાલણસર, ગોલાધર, વાલાસીમડી, ચોકલી, સુખપુર, ગલીયાવડ, આંબલીયા, પતરા પર અને બામલ ગામ સહિતનાં ગામોનાં દલિત સમાજનાં લોકોએ જૂનાગઢ કલેકટર કચેરીએ પહોંચી જઇ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઊનાના મોટા સમઢીયાળામાં દલિત ઉપર થયેલા અત્યાચારનાં પગલે આવું કૃત્ય કરનાર ઇસમો સામે ઠોસ કાર્યવાહી કરવા ઉપરાંત તેમના પરિવારોને સરકાર તરફથી સહાય ચુકવવા ઉપરાંત તેઓને રક્ષણ પુરૂ પાડવા માટે સહિતની રજુઆતો આવેદન પત્રમાં કરવામાં આવી હતી. આમ આવેદન આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી.
11 ગામનાં દલિત સમાજનાં લોકોએ આવેદન આપ્યું. તસ્વીર- મનીષ જોષી