તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દલિત સમાજના વર્ગ-1,2 અધિકારીઓનું સન્માન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢમાંરાષ્ટ્રીય દલીત મહાસંઘ ગુજરાત દ્વારા કેશવ હરી સેવાશ્રમ, ભવનાથ ખાતે સમાજના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી, રેન્જ આઇ.જી.પી.રાજકુમાર પાંડીયન, ક્લેક્ટર રાહુલ ગુપ્તા, કચ્છ પશ્ચિમના પોલિસ અધિક્ષક મકરંદ ચૌહાણ, મેડીકલ કોલેજના ડીન ડો.સુરેશકુમાર રાઠોડ, ડી.વાય.એસ.પી.સોનારા સહીતના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સમાજના દરેક લેાકોએ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા મહાસંઘના પ્રદેશ મહામંત્રી જીતુ મણવરે નિમંત્રણ પાઠવ્યું છે. તાડામાળ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...