જૂનાગઢ બોલબાલા ચેરી ટેબલ ટ્રસ્ટે 2200 પરિવારને સ્વાઇન ફ્લુની દવાનું વિતરણ કર્યું
જૂનાગઢ| જૂનાગઢનાબોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાઇન ફ્લુના રોગ સામે રક્ષણ આપવા માટે હોમીયોપેથીક દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 2200 પરિવારોને હોમીયોપેથીક દવાનું વિતરણ કરાયું હતું. બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જૂનાગઢ જેલ, બોલબાલાના જૂનાગઢ કાર્યાલય, સનસાઇન છાત્રાલય, ક્લેક્ટર કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું.