તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીઝનનો કુલ 92.52 ટકા વરસાદ : આજે ઝાપટા પડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2016માં ઓગષ્ટમાં સીઝનનો વધારે વરસાદ પડ્યો હતો

જૂનાગઢ િજલ્લામાં ગત વર્ષ કરતા 24.1 ટકા વધારે વરસાદ પડ્યો

જૂનાગઢશહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ પડ્યો છે. જૂન માસથી વરસાદ શરૂ થઇ ગયો હતો. જુલાઇ અને ઓગષ્ટમાં સારો વરસાદ પડ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષેવધારે વરસાદ પડ્યો છે.જૂનાગઢ જિલ્લાનાં વરસાદનાં આંકડા જોઇએ તો જિલ્લામાં સરેરાશ817 મીમી એટલે કે 32.68 ઇંચ વરસાદ પડ્યો છે. જે સીઝનનો કુલ 92.52 ટકા વરસાદ છે. તેની સામે ગત વર્ષે જૂનાગઢમાં ઓગષ્ટ સુધીમાં 605 મીમી એટલે કે 24.22 ઇંચ વરસાદ પડ્યો હતો. જે સીઝનનો કુલ 68.51 ટકા વરસાદ થયો હતો. તેની સામે ચાલુ વર્ષે 24.01 ટકા વધારે વરસાદ થયો છે.

મહિનામાં કેટલો વરસાદ પડ્યો

મહિનો2016 2017

જુન 535(મીમી) 1605(મીમી)

જુલાઇ 2493(મીમી) 3410(મીમી)

ઓગષ્ટ 3029(મીમી) 2899(મીમી)

અન્ય સમાચારો પણ છે...