તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh કરૂણા એનીમલ એમ્બ્યુલન્સમાંથી, જરૂરિયાતના જિલ્લા જ બાકાત કર્યા

કરૂણા એનીમલ એમ્બ્યુલન્સમાંથી, જરૂરિયાતના જિલ્લા જ બાકાત કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે તાજેતરમાંજ પશુઓને 108 ની માફકજ ઝડપી સારવાર મળી રહે એ માટે 1962 ડાયલ કરતાંજ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરી છે.

પરંતુ આ સેવા જ્યાં સૌથી વધુ પશુઓ છે એવા જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાઓમાંજ નથી શરૂ થઇ. તાજેતરમાંજ રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા, પાલનપુર અને ભાવનગર જિલ્લાઓમાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ કરી છે. આ એમ્બ્યુલન્સ રાજ્યનાં પશુપાલન વિભાગ અને 108 જેનું સંચાલન કરે છે એ જીવીકેનાં સહયોગથી શરૂ થઇ છે. તેમાં એક પશુચિકિત્સક, દવાનો જથ્થો વગેરે હોય છે. કોઇપણ વ્યક્તિ 1962 ડાયલ કરે એટલે તેના લોકેશનનાં આધારે આ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય છે. અને ઘાયલ કે બિમાર પશુ કે પક્ષીને વિનામૂલ્યે સારવાર પૂરી પાડે છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લાઓ કે જ્યાં સૌથી વધુ દૂધાળાં પશુધન ધરાવે છે તેના માટે શરૂ કરાય તો આશીર્વાદરૂપ બની રહે એમ છે.

અન્ય સમાચારો પણ છે...