તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ને ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ટ્રાફીકના નિયમોને લઈને કડક કાર્યવાહી જરૂર કરવામાં આવે છે. પરંતુ બેફિકરાઈથી વાહન ચલાવતા શખ્સોને લીધે અકસ્માતોની સંખ્યા યથાવત છે. ત્યારે શહેરમાં પોલીસ હેડ ક્વાટર્સ પાસે બાઈક સવાર દંપતિને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર હડફેટે બન્ને ઈજાગ્રસ્ત થયા હતા. જોકે કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. જૂનાગઢમાં કડવા પટેલ સમાજ પાસે રહેતા અલ્તાફભાઈ અને રૂબીનાબેન બાઈક લઈને જયશ્રી ટોકીઝ પાસે આવેલ પોલીસ હેડક્વાટર્સ પાસેથી પસાર થતા હતા, ત્યારે અજાણ્યા કાર ચાલકે દંપતિને હડફેટે લીધા હતા. જેમાં બન્ને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જોકે કાર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી નાસી છુટ્યો હતો. આ અંગે રૂબીનાબેને અજાણ્યા કાર ચાલક સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...