તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh કોલેજના વિદ્યાર્થીઓને 10 થી 17 ઓકટોબર વેકેશન, 19 એ પરીક્ષા

કોલેજના વિદ્યાર્થીઓને 10 થી 17 ઓકટોબર વેકેશન, 19 એ પરીક્ષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારની જાહેરાતના અનુસંધાને જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 10મી ઓકટોબરથી સાત દિવસ માટેના વેકેશનની જાહેરાત કરી દીધી છે. જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ વિવિધ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષો, અધ્યાપકો અને સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો સહિતની વિદ્યાશાખાની કોલેજોના આચાર્યોને કેન્દ્રમાં રાખીને પરિપત્ર જારી કર્યો છે. જેમાં 10 થી 17 ઓકટોબર સુધી નવરાત્રી વેકેશન જાહેરાત કરવામાં આવી છે પરંતુ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સેમેસ્ટર પરીક્ષા 19 ઓકટોબરથી જ શરૂ થઇ જાય છે. વિદ્યાર્થીઅો દ્વારા નવરાત્રીના ગરબા રમ્યા બાદ જ બીજા દિવસે યુનિવર્સિટીના સેમેસ્ટરની પરીક્ષા આપવી પડશે. રીડીંગ સમયમાં જ નવરાત્રી વેકેશન આવતા વિદ્યાર્થીઓ પરિક્ષાની તૈયારીને બદલે ગરબા રમવામાં વધારે ધ્યાન આપશે અને ગરબા રમ્યા બાદ જ પરિક્ષા અાપતા તેમની પાસે રીડીંગનો સમય નહી રહે.

અન્ય સમાચારો પણ છે...