તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જૂનાગઢ યુનિ.યુવક મહોત્સવમાં 34 કોલેજો, 850 વિદ્યાર્થીઓ ભાગ લેશે

જૂનાગઢ યુનિ.યુવક મહોત્સવમાં 34 કોલેજો, 850 વિદ્યાર્થીઓ ભાગ લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્કૃતિઓને તથા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીને સાર્થક બનાવવા તા.8 અને 9 ઓકટોબર દરમિયાન દ્વિતીય યુવક મહોત્સવનું બામણગામ ખાતે આવેલ નોબલ ગૃપ ઓફ ઇન્સ્ટીટ્યુશન ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં યુનિવર્સિટી સંલગ્ન 34 જેટલી કોલેજમાંથી આશરે 850 જેટલા વિદ્યાર્થીઓ 30 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં વકતૃત્વ સ્પર્ધા, કવીઝ, રંગોળી, તત્કાળ ચિત્રકલા, કોલાજ, પોસ્ટર મેકીંગ, એકાંકી, લધુનાટક, મીમીક્રી, શાસ્ત્રીય સંગીત, સમૂહગીત, દૂહા-છંદ, ભજન, લોકગીત, વેસ્ટર્ન સોંગ, નરસિંહ મહેતા પદગાન, લોકનૃત્ય, પ્રાચીન રાસ, શાસ્ત્રીય નૃત્ય વિગેરે 30 સ્પર્ધાઓમાં યૌવન હિલોળે ચડશે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરાશે. આ યુવક મહોત્સવનો પ્રારંભ તા.8 અોકટોબરને સવારે 10:30 કલાકે ભકત નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.જે.પી.મૈયારીના અધ્યક્ષ સ્થાને ઉદ્દઘાટન થશે. આ તકે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, આઇ.જી.પી એસ.જી.ત્રિવેદી તેમજ સંગીતકાર અને કલામર્મજ્ઞ અરવિંદભાઇ બારોટ સહિતના હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...