તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગ્રા.પં.નાં કોમ્પ્યુટર સાહસિકોનાં પડતર પ્રશ્નોને ઉકેલવા માંગણી

ગ્રા.પં.નાં કોમ્પ્યુટર સાહસિકોનાં પડતર પ્રશ્નોને ઉકેલવા માંગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં 13,700 થી વધુ ગ્રામ પંચાયતમાં વર્ષ-2006-7 માં ઇ-ગ્રામ યોજનાં શરૂ કરાઇ હતી અને જે અંતર્ગત દરેક ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર સાહસિકની નિમણૂંક કરાઇ હતી. જેમને વીસીઇ તરીકે ઓળખવામાં આવે છે. જેમની પાસે આજદિન સુધી માત્ર કમિશનથી જ કામગીરી કરાઇ છે. જેથી આ વીસીઇને સરકારી તમામ લાભ આપવા, કમિશનપ્રથા બંધ કરી પગાર આપો તેમજ 3 અથવા 4 વર્ગનાં કર્મચારીઓમાં સમાવેશ કરવો સહિતનાં પ્રશ્ને કલેકટર અને ડીડીઓને આવેદન અપાયું હતું. ગાંધીનગરમાં સરકાર સામે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આમ વર્ષો જુના પડતર પ્રશ્નો ન ઉકેલાતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...