તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખામધ્રોળ રોડ પરથી બાઈકની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ચોરીની ઘટનાઓમાં છાસવારે સામે આવતી રહે છે. ત્યારે ફરી શહેરમાં ચોરીની ઘટના સામે આવી છે. ખામધ્રોળ વિસ્તારમાંથી બાઈકની ઉઠાંતરી થતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં ખામધ્રોળ ના ચોરા પાસે રહેતા અર્જુનભાઈ ભનુભાઈ ચાવડા એ પોતાની જી.જે.11 બી.એમ.9172 નંબરની બાઈક ઘરની ઓસરીની બહાર પાર્ક કરેલી હતી. જે કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. આ અંગે અર્જુનભાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...