તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh રવિવારે સીઅેમ રૂપાણી જૂનાગઢમાં, ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિતી

રવિવારે સીઅેમ રૂપાણી જૂનાગઢમાં, ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 7 જિલ્લાના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખુદ સીએમ હાજર રહી માર્ગદર્શન આપશે. આ અંગે ગુજરાત પ્રદેશ નગરપાલિકા સેલના કન્વીનર પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું કે રવિવાર 7 ઓકટોબરના રોજ ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે પ્રશિક્ષણ વર્ગ યોજાશે. 7 જિલ્લાની 41 નગરપાલિકાના 850 જેટલા ચૂંટાયેલા સદસ્યો તેમજ સંગઠનના હોદેદારો આ વર્ગમાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી,પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી,પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. સીએમ 10:20 વાગ્યે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવશે બાદમાં 10 :30 વાગ્યે ભારતી આશ્રમ ખાતેના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત થશે અને 13 :25 વાગ્યે હેલીપેડથી પરત ગાંધીનગર જવા રવાના થશે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રદિપભાઇ ખીમાણી,શશીકાન્તભાઇ ખીમાણી,મહેન્દ્રભાઇ મશરૂ, પુનિતભાઇ શર્મા, ચંદ્રેશભાઇ હેરમા, ભરતભાઇ શીંગાળા, સંજયભાઇ કોરડીયા, આદ્યાશકિતબેન મજમુદાર, નિલેશભાઇ ધુલેશીયા તેમજ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...