• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 2019ની ચૂંટણી બેલેટ પેપરથી કરવા શહેર કોંગ્રેસની માંગ

2019ની ચૂંટણી બેલેટ પેપરથી કરવા શહેર કોંગ્રેસની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના બંધારણમાં લોકોને પવિત્ર મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે ઇવીએમ મશીનમાં થતા મતદાનમાં મતદારનો મત પવિત્ર રહેતો નથી. વળી સાથેના વીવીપેટ મશીનો ઓછા છે.

કુલ ઇવીએમ સામે માત્ર 20થી 25 ટકા જ વીવીપેટ મશીન હોય આગામી 2019ની યોજાનાર ચૂંટણી બેલેટ પેપરથી કરવા શહેર કોંગ્રેસના પ્રવકતા અને મહામંત્રી કાન્તીભાઇ બોરડે માંગ કરી છે. તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવેલ છે કે ઇવીએમ મશીનો સલામત નથી અને ખૂબજ ગરબડો પણ થઇ રહી છે.માટે આવનારા સમયમાં ઇવીએમ હટાવો, દેશ બચાવો, બંધારણ બચાવવા નો ઇવીએમ, ઓન્લી બેલેટ અને ઇવીએમ હટાવો બેલેટ લાવો જેવા સૂત્રો સાથે રાષ્ટ્રવ્યાપી ચળવળ પણ શરૂ કરવામાં આવનાર છે.ત્યારે લોકોની માંગને ધ્યાને લઇને આગામી 2019ની ચૂંટણી બેલેટ પેપેરથી કરવામાં આવે તે જરૂરી છે.લોકશાહીને જીવંત રાખવા વર્ષો જૂની અને સલામત એવી બેલેટ પેપેરથી મતદાનની પ્રથા ફરી અપનાવવા માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...