તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ આવતા પીએમ જિલ્લાના લોકોની મનની વાત પણ સાંભળે

જૂનાગઢ આવતા પીએમ જિલ્લાના લોકોની મનની વાત પણ સાંભળે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વખતોવખત પોતાના મનની વાત કરનાર વડાપ્રધાન 23 ઓગષ્ટે જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના લોકોની મનની વાત સાંભળે તેવી ખેડુત હિતરક્ષક સમિતીએ માંગણી કરી છે. વડાપ્રધાનને સંબોધીને લખાયેલા અને જિલ્લા કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં અતુલ શેખડાએ જણાવ્યું છે કે, જૂનાગઢ જિલ્લામાં કેન્સરના દર્દીઓમાં વધારો થયો હોય સિવીલમાં નિદાન અને સારવાર કેન્દ્ર શરૂ કરવાની જરૂર છે.

આ ઉપરાંત વેરાવળ-ઈન્દોર ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવા, બાયપાસના ખેડુતને ચાર ગણું વળતર આપવા, કોકોનટ યોજનાને કાર્યરત કરવા, શિયાળામાં ખેતીવાડીમાં પુરતો વીજપુરવઠો આપવા, કોસ્ટલ એરીયામાં સેલીનીટી યોજના હેઠળ નોળી -નેત્રાવતી અને મધુવતી નેત્રાવતી નદીઓને જોડવા મધુવંતી - સાબરી નદીને જોડવા અને મધુવતી નદીને સૌની યોજના સાથે જોડવા અંગેની જિલ્લાના લોકોના મનની વાત સાંભળી સત્વરે યોગ્ય કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...