• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભડુલાનાં શિક્ષકનાં શૈક્ષિણક સત્રનાં હક્ક ડીપીઇઓએ રદ કર્યા

ભડુલાનાં શિક્ષકનાં શૈક્ષિણક સત્રનાં હક્ક ડીપીઇઓએ રદ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી તાલુકાનાં ઘંટીયા પ્રાથમિક શાળામાં તત્કાલીન આચાર્ય સામે એટ્રોસીટીની ફરીયાદ થઇ હતી. મધ્યાહન ભોજનનાં સંચાલકે ખોટા બીલ મુકવા મુદે મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.

હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ ઘટના બાદ આચાર્ય કાળાભાઇ ઠકરાણીની ભડુલા ગામમાં શિક્ષક તરીકે બદલી કરી દેવામાં આવી હતી. આ અંગે કાળાભાઇએ કહ્યું હતું કે, મારી સામે ખોટા કેસ કરવામાં આવ્યાં છે.

ડીપીઇઓ થી લઇ મામલતદાર કચેરી સુધી મને અન્યાય થયો છે. આ પ્રકરણમાં ગાંધીનગર સુધી રજુઆતો કરી છે. ગાંધીનગરથી તપાસ કરવાની કહેવામાં આવે તો પણ યોગ્ય તપાસ થતી નથી. ડીપીઇઓ કચેરી દ્વારા એક તરફી વલણ રાખવામાં આવી રહ્યું છે. પહેલા મારો પગાર અટકાવી દીધો હતો. હાલ વર્ષ 2018-19માં પ્રાથમિક વિભાગનાં પ્રથમ સત્રમાં મળવા પાત્ર હક્ક રદ કરી દેવામાં આવ્યાં છે.

આ પ્રકરણ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. મુખ્યમંત્રીએ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે તેમ છતાં ડીપીઇઓ દ્વારા મને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...