• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જિલ્લામાં આવેલા ગોડાઉનની મગફળીનું રિયાલીટી ચેક કરો

જિલ્લામાં આવેલા ગોડાઉનની મગફળીનું રિયાલીટી ચેક કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં પત્થર, માટીના ઢેફા વગેરે નિકળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ મામલે ખેડૂત સમાજ - ગુજરાત,જૂનાગઢ જિલ્લા એકમ દ્વારા સીએમને પત્ર પાઠવી જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીના ગોડાઉનમાં રિયાલીટી ચેક કરવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મહંમદ સીડાએ જણાવ્યું છે કે સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે અને ખેડૂતોને રાહત પહોંચાડવા પ્રયાસ કરી રહેલ છે. પરંતુ વચ્ચેની એજન્સી અને તેના ભ્રષ્ટ અધિકારીઓ ભારે ગોલમાલ કરે છે. મગફળી વેંચાણ વખતે જયારે ખેડૂતો જાય છે ત્યારે અધિકારીઓ જરાસરખી પણ ખરાબ મગફળી સ્વિકારતા નથી તો પછી ગોડાઉનમાં સંગ્રહાયેલી મગફળીમાં પત્થર, માટીના ઢેફાં કયાંથી આવ્યા ω આ પણ વિચારવા જેવું છે. અનેક સ્થળે ગોડાઉનમાં માટી અને પત્થર વાળી મગફળી મળી આવી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવેલ ગોડાઉનની મગફળીમાં પણ રિયાલીટી ચેક કરવાની ખાસ જરૂર છે જેથી વાસ્તવિક સ્થિતી શું છે તે જાણી શકાય.

અન્ય સમાચારો પણ છે...