તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh જૂનાગઢનાં ગેસ્ટ હાઉસમાં જામનગરના પ્રેમી યુગલે દવા પી સજોડે કર્યો આપઘાત

જૂનાગઢનાં ગેસ્ટ હાઉસમાં જામનગરના પ્રેમી યુગલે દવા પી સજોડે કર્યો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના જામકંડોરણા ખાતે રહેતો યુષ્યત અકબરી અને કિશોરીએ પરિવાર અને સમાજ એક થવા નહી દે તેવા ડરથી બન્ને પોતાના ઘરેથી બાઇક લઇ નિકળી ગયા હતા અને બુધવારના રાત્રીના જૂનાગઢ આવી બસ સ્ટેશન પાસેના મુરલીધર ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને મોડી રાત્રીના સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની જાણ ગેસ્ટ હાઉસના કર્મચારીને થતા તાત્કાલીક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રેમી યુગલના મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અનેક ગેસ્ટહાઉસમાં ગોરખ ધંધા ચાલતા હોવાની ચર્ચા
જૂનાગઢ બસ પાસે આવેલા અનેક ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ગેસ્ટ હાઉસમાં સામાન્ય રૂપિયામાં કપલને રૂમ આપવામાં આવે છે અને ગોરખધંધા ચલાવી રહ્યા છે.

બસ પાસ, યુનિ.માર્કશીટ અને આડીપ્રુફ મળી આવ્યા
આપઘાત કરેલા પ્રેમી યુગલ પાસેથી યુવતિનો ST બસ પાસ, યુનિ.ની માર્કશીટ, બાઇકના કાગળો તેમજ બન્નેના આડીપ્રફુ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...