તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સવારે 8 થી સ્ત્રીના હાડકા વોર્ડમાં દાખલ થયા સાંજે 4 સુધી તબીબ જ ન આવ્યા

સવારે 8 થી સ્ત્રીના હાડકા વોર્ડમાં દાખલ થયા સાંજે 4 સુધી તબીબ જ ન આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરની સિવીલ હોસ્પિટલ સારવારમાં ખાડે ગઇ હોય તેમ સામે આવી રહ્યું છે. હોસ્પિટલમાં રેઢું રાજ હોય તે વોર્ડમાં ડોક્ટરો દેખાતા નથી જેના કારણે દર્દીઓને સારવાર મળતી નથી.

જૂનાગઢમાં રહેતા રાકેશભાઇએ જણાવ્યું હતું કે, મારી સાસુ પ્રેમીલાબેનને પડી જવાથી પગમાં ઇજા પહોંચી હતી અને તેને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે સવારે 8 વાગ્યે લઇ આવવામાં આવ્યા હતા.

હોસ્પિટલના તાત્કાલીક વિભાગમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલના છઠ્ઠા માળના 606 નંબરના સ્ત્રીઓના હાડકાના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કર્યાના અડધો કલાક બાદ નર્સિંગ સ્ટાફે દવાની ગોળી આપી આરામ કરવાનું કહ્યું હતું, 10:30ના એકસ-રે રીપોર્ટ કરવા મોકલ્યા હતા અને 3:30ના અેકસ-રે રીપોર્ટ આવ્યા બાદ ડોક્ટરને બતાવવાનું કહેતા ઓર્થોપેડીક તબીબ રજા પર હોવાથી તે સોમવારે આવશે તેવું જાણાવતા પ્રેમીલાબેનના પગમાં ગંભીર ઇજા હોવાથી ના છુટક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને રાકેશભાઇએ વધુમાં જણાવ્યું હતુ કે, કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સિવીલ હોસ્પિટલમાં ડોક્ટરો તપાસ કરવા આવતા નથી અને ગરીબ દર્દીઓને ના છુટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...