તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સિવીલ હોસ્પિટલ દ્વારા એક મહિનામાં ભોજન પાછળ 2 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરાય છે

સિવીલ હોસ્પિટલ દ્વારા એક મહિનામાં ભોજન પાછળ 2 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરએમઓ ભોજન ટેસ્ટ કરતા હોવાનો દાવો
હેલ્થ રિપોર્ટર | જૂનાગઢ

રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સાથે ભોજન પણ મળી તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ભોજન આપવામાં આવે છે. હોસ્પિટલમાં બનતું ભોજન આરએમઓ દ્વારા ટેસ્ટ કરી ભોજન સારૂ હોય તેવું જણાવ્યા બાદ જ હોસ્પિટલના દર્દીઓને આપવામાં આવે છે. તેવો દાવો કરાયો છે બીજી તરફ વાસ્તવિકતા એ છે કે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતું ભોજન પાણી જેવું હોવાનું ખુદ દર્દીઓ જણાવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અને રોજના મોટી સંખ્યામાં દર્દીઓને દાખલ પણ કરવામાં પણ આવે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સવારના નાસ્તો, બપોરે અને રાત્રીના ભોજન આપવામાં આવે છે જેની પાછળ હોસ્પિટલ મહિને 2 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતું ભોજન પાણી જેવું હોય તેવું દર્દીઓ જણાવી રહ્યા છે. દાળ પાણી જેવી, રોટલી દાઝેલી અને શાકમાં યોગ્ય મસાલો ન હોવાનું સામે આવી રહ્યું છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં બનતું ભોજન સૌપ્રથમ આરએમઓને ટેસ્ટ કરવાનું હોય છે અને બાદ આરએમઓએ ભોજનનો ટેસ્ટ સારો લાગ્યે પછી રજીસ્ટરમાં સહી કર્યા બાદ જ દર્દીઓને આપવામાં આવે છે. પરંતુ આરએમઓ દ્વારા આ ભોજનનો ટેસ્ટ કરવામાં આવતો ન હોવાથી પાણી જેવું ભોજન દર્દીઓને પીરસવામાં આવી રહી રહ્યું છે.

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવે છે પાણી જેવું ભોજન
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં પાણી જેવું ભોજન આપવામાં આવે છે : દર્દીના સગા વ્હાલા
જૂનાગઢ શહેરમાં આવેલ સિવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા વ્હાલાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીઓ માટે ભોજન આપવામાં આવે છે તે ખાવા જેવું નથી. દાળ પાણી જેવી, રોટલી દાઝેલી અને શાક પણ જોઇએ તેવું આપવામાં આવતું નથી. આવું ભોજન ખાવાથી દર્દી ક્યાથી સાજા થાય?

હોસ્પિટલમાં આપવામાં આવતું ભોજન

સવારે : બ્રેડ, ચા, દૂધ

બપોરે : દાળ, ભાત, શાક, રોટલી

રાત્રી : ખીચડી, શાક, રોટલી, દૂધ
આરએમઓ દ્વારા ભોજન ટેસ્ટ કરવામાં આવતું જ નથી
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં બનતું ભોજન આરએમઓ દ્વારા ટેસ્ટ કર્યા બાદ જ દર્દીઓને પીરસવામાં આવે તેવો નિયમ છે. પરંતુ આરએમઓ દ્વારા ભોજનનો ટેસ્ટ કરવામાં આવતો નથી. આ અંગે તેમની ટેલીફોન માધ્યમથી વાત કરતા ફોન કટ કરી વાત કરવાનું ટાળ્યું હતું.

સિવીલ હોસ્પિટલમાં માખીથી બણબણતી ડસ્ટબીન પાસે જ ભોજન પીરસાય છે
જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં વિવિધ જગ્યા ઉપર ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. ત્યારે સિવીલ હોસ્પિટલમાં આપવામાં આવતું ભોજન માખીઓથી બણબણતુ તો છે જ, પણ ડસ્ટબીન પાસે પીરસવામાં આવે છે અને માખીઓ ભોજન પર બેસવાથી દર્દી સાજા થવાને બદલે માંદા પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...