તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાના બીજા પતિ પર પહેલા પતિએ કર્યો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ભીયાળ ગામે નજીવી બાબતે મહીલાના પુર્વ પતિએ હાલના પતિ પર હુમલો કરી દિધો હતો.જેમાં તે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જૂનાગઢના ભીયાળ ગામે રહેતા લલીતકુમાર પ્રવિણભાઈ ચૌહાણે આરતીબેન નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે આરતીબેનના આ બીજા લગ્ન હતા અને આરતીબેનના પ્રથમ પતિ દિનેશથી અલગ થઈ ગઈ હતી. આ અંગે દિનેશ ઘણા સમયથી નારાજ હતો અને મનદુ:ખની વેર વાળવાની ફિરાકમાં હતો. ગત ગુરૂવારના ભેસાણ ચોકડી પાસે દિનેશ, સંજય અને અન્ય બે અજાણ્યા શખ્સોએ લલીતકુમાર પર હુમલો કરી દિધો હતો. જેમાં લલીતભાઈને માથા ભાગે હાથમાં પહેરેલ કડાના ઘા લાગવાથી સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. લલીતભાઈએ દિનેશ સહિત 3 શખ્સો સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...