તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh આંબેડકર પ્રા.શાળાનાં બાળકોએ લાઇફ જેકેટ કૃતિ બનાવી

આંબેડકર પ્રા.શાળાનાં બાળકોએ લાઇફ જેકેટ કૃતિ બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જિલ્લાકક્ષાનાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ડો.આંબેડકર પ્રાથમિક શાળનાં છાત્રોએ લાઇફ જેકેટ નામની કૃતિ રજુ કરી હતી. આ કૃતિ જિલ્લાકક્ષાએ પસંદગી પામી હતી. હવે રાજ્યકક્ષામાં પ્રદર્શીત કરાશે. આ કૃતિ રાઠોડ રવિના અને કાનપરા યશે બનાવી હતી. આ સિદ્ધી બદલ શાળાનાં આચાર્ય વિનયભાઇ સોલંકી, જીતુભાઇ ચુડાસમા અને સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ખેલ મહાકુંભમાં ખો-ખોની રમતમાં કુમાર અને કન્યાની ટીમ જિલ્લાકક્ષાએ પસંદગી પામી હતી. કબડ્ડીમાં કન્યાની ટીમ જિલ્લાકક્ષાએ પસંદગી પામી છે.

જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ખુલ્લી મૂકાઇ
જૂનાગઢ | જૂનાગઢ જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મયાદાસજી આશ્રમ ખાતે મેયર આદ્યાશક્તિબેન મજમુદારના હસ્તે ગૌશાળાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ કાર્યક્રમ સાથોસાથ જરૂરીયાતમંદ બહેનોને શિલાઇ મશીન આપવામાં આવ્યા હતા. આ તકે મથુરાના હરીસેવા આશ્રમના શાંતાનંદગીરી, બાલયોગી મહારાજ, અભેરામબાપુ, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાઘ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, જયોતિબેન વાછાણી, અમુદાનભાઇ ગઢવી, હરસુખભાઇ વઘાસીયા, નાગભાઇ વાળા, આરતીબેન જોષી, વિજયાબેન લોઢીયા, વર્ષાબેન બોરીસાગર, મગનભાઇ બોરીસાગર, હરસુખભાઇ ત્રિવેદી, સુશીલાબેન શાહ, કમલેશભાઇ પંડ્યા, ગીતાબેન મહેતા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જન સેવા મંડળના પ્રમુખ ભાવેશભાઇ ભોગાયતા, નયનભાઇ ભોગાયતા, માધાભાઇ પટેલ, ભાવેશભાઇ પટેલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

જૂનાગઢની જીનીયસ પબ્લીક સ્કુલ ખાતે સ્ટડી લોન માહિતી સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન
જૂનાગઢ |શહેરની જીનીયસ પબ્લીક સ્કૂલ ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સ્ટડી લોન માહિતી સેમિનાર યોજાયો હતો.આ તકે એબસીઆઇ બેન્કના મેનેજર કેતનભાઇ પંચોલી,ભરતકુમાર ભેસાનીયા વગેરેએ બાળકોને લોન અંગે માહીતી પૂરી પાડવામાં આવી હતી.આ તકે સ્કૂલના સંચાલક, કેમ્પસ ડાયરેકટર તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

વેલફેર કમિટીના સભ્યોએ કેબિનેટ મંત્રીની મુલાકાત લીધી
જૂનાગઢ | જૂનાગઢ વેલફેર કમિટીના સભ્યોએ રાજ્યના કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારની મુલાકાત લીધી હતી અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને ઇશ્વરભાઇએ મદદ કરવા જણાવ્યું છે.

મેંદરડા તાલુકાનાં શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નવા ભવનનું ઉદ્દઘાટન કરાશે
જૂનાગઢ | મેંદરડા ખાતે આવેલી અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા તથા સત્યમ્ સેવા યુવક મંડળના સહકારથી શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નવા ભવનનું તા.7 ઓકટોબરને રવિવારના રોજ સાંજના 4 કલાકે ઉદ્દઘાટન કરવામાં આવશે તેમ પ્રમુખ કૌશિકભાઇ જોષી, ઉપપ્રમુખ ડો.ભુવનભાઇ વ્યાસ અને સત્યમ્ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં રોબીન હુડ આર્મી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ભોજન પહોંચાડાય છે
જૂનાગઢ |જૂનાગઢ જિલ્લામાં રોબીન હુડ આર્મી દ્વારા જરૂરિયાતમંદ બાળકો- લોકોને ભોજન પહોંચાડવામાં આવે છે. જૂનાગઢની જનતાને આ સેવા કાર્યમાં સહભાગી થવા ભાવિનભાઇ પ્રબતાણી દ્વારા જણાવાયું છે. જયારે કોઇના ઘર આંગણે,વાડી કે પાર્ટી પ્લોટમાં પ્રસંગ હોય ત્યારે જો ભોજન વધે તો 8128209504 નંબર પર જાણ કરવાથી રોબીન હુડ આર્મીના કાર્યકરો આવી તે ભોજન લઇ જઇ જરૂરિયાતમંદ બાળકો- લોકો સુધી પહોંચાડી દેશે. આમ અન્નનો બગાડ અટકાવવા ઉપરાંત જાણે અજાણ્યે પણ આપ પુણ્યના હક્કદાર બની શકશો.

અમદાવાદ ખાતે સ્વામીનારાયણ ગુરૂકુળ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
જૂનાગઢ | અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે સાયન્સ અેક્સલન્સ ઇવેન્ટ અંતર્ગત કલાઇમેટ ચેન્જ વિષય પરના સેમિનારમાં ગુજરાત યુનિર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુલ સાયન્સ એન્ડ આઇ.ટી.કોલેજમાં બી.એસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રેઝનટેશનમાં ભાગ લઇને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

આ સિધ્ધી બદલ સ્વામીજી, કોલેજના ડાયરેકટર ઋષિકેસ સ્વામિજી તથા કોલેજના સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

સ્વામિ વિવેકાનંદ સેવા કેન્દ્ર ખાતે નેત્રયજ્ઞ યોજાશે
જૂનાગઢ | જૂનાગઢના સ્વામિ વિવેકાનંદ સેવા કેન્દ્ર તથા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તા.7 ઓકટોબરને રવિવારે સવારે 9:30 થી 11:30 સુધી દરવાજા ફાટક પાસેના સ્વામિ વિવેકાનંદ સેવા કેન્દ્રના વિવેકાનંદ ગાર્ડન ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન વાળા દર્દીઓને રાજકોટ લઇ જવામાં આવશે તેમ ટ્રસ્ટી રમેશભાઇ વાઘવાણીએ જણાવ્યું છે.

કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલની 101 બાળાઓ દ્વારા પ્રભાત ફેરી
જૂનાગઢ | 2જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે જૂનાગઢની આર.જે.કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલની 101 બાળાઓ દ્વારા શહેરમાં પ્રભાત ફેરી કરી ગાંધીજીના બેનર સાથે સુત્રોચાર કરી શહેરને ગાંધીમય બનાવ્યું હતું.

જૂનાગઢના અગ્રણીની રાષ્ટ્રીય પ્રગતિ એવોર્ડ માટે પસંદગી
જૂનાગઢ |જૂનાગઢ અગ્રણી અને સરસ્વતિ સ્કુલના સંચાલક પ્રદિપભાઇ ખીમાણી કામગીરી નોંધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઓલ ઇન્ડીયા બીઝનેસ ડેવપમેન્ટ એસોશીએશન દ્વારા લેવામાં આવી છે અને તા.30 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રગતિ એવોર્ડથી સન્માનિત કરાશે.

કાલસારી ગામની એસપી સ્કુલની અન્ડર -14 કબડ્ડી ટીમ તાલુકાકક્ષાએ દ્વિતિય ક્રમે આવી
વિસાવદર | તાજેતરમાં ભલગામ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત તાલુકાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અંડર-14 કબડ્ડી સ્પર્ધામાં કાલસારી ગામની એસ.પી.સ્કુલનાં છાત્રોએ બીજો ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ સિદ્ધી બદલ શાળાનાં આચાર્ય ભાવેશભાઇ ધડુક તેમજ સમગ્ર સ્ટાફમિત્રોએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે

જૂનાગઢ શહેર માટે

jndbhaskar@gmail.com

9426487252 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

દિવ્ય ભાસ્કર ઓફિસ : પ્લોટ નં.106, જીઆઇડીસી-1, ઇગલ મંદિરની સામે, એસબીઆઇની શેરી, દોલતપરા જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...