તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મંગલધામ સોસાયટીમાં ગારો, કિચડનું સામ્રાજ્ય : લોકો પરેશાન

મંગલધામ સોસાયટીમાં ગારો, કિચડનું સામ્રાજ્ય : લોકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ મંગલધામ 1 સોસાયટીમાં ગારો ,કિચડનું સામ્રાજ્ય ફેલાઇ ગયું છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠી રહી છે. મંગલધામ 1માં થોડા સમય પહેલા ગટરના કામ માટે સીસીરોડને તોડી નાંખવામાં આવ્યો હતો. ચોમાસાની શરૂઆતના ગણત્રીના દિવસો પહેલાજ આ કામગીરી શરૂ કરી હતી પરંતુ ગટરનું કામ પુર્ણ થયા બાદ યોગ્ય રીતે બુરાણ કરવામાં ન આવતા રોડમાં ખાડા પડી ગયા છે જેમાં વરસાદી પાણી ભરાતા લોકો હેરાન થઇ ગયા છે. આ અંગે તાત્કાલીક મોરમ, રેતી કે કાંકરી નાંખી ખાડા બૂરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...