તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાંથી જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2830 રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢનાદિપાંજલી પાર્કમાં કેટલીક મહિલાઅોને પોલીસે જુગાર રમતી ઝડપી પાડી હતી. તેમની પાસેથી રોકડ સહિત રૂ2830 રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં ચાલતા જુગારધામ પર કાર્યવાહી કરવાના આદેશને પગલે આધારે સી ડિવિઝનના મહિલા એએસઆઇ કે.કે.જોષી,શીતલબેન રવૈયા,જાનકી બેન મનસુખભાઇ તથા ઉમેશચંદ્ર વેગડા સહિતઅે દિપાંજલી 1માં મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની બાતમીના દીપાંજલી 1 વિસ્તારમાં રેઇડ પાડી હતી અને આશાબેન વિનોદભાઇ અગ્રાવત,રામી રામશીભાઇ નંદાણીયા,ભાવનાબેન રૂપેશભાઇ પંડ્યા,અને રસીલા બેન કનુભાઇ ભટ્ટને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.2830 રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહિલાઓ સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...