તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મતદારને ચૂંટણી કાર્ડની લગતી બાબતોનું માર્ગદર્શન મળશે

મતદારને ચૂંટણી કાર્ડની લગતી બાબતોનું માર્ગદર્શન મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ચૂંટણી શાખાએ મતદારો માટે હેલ્પ લાઇન નંબર શરૂ કર્યા

આગામીવિધાનસભાની ચૂંટણીને ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જૂનાગઢ ચૂંટણી શાખા દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અંગે મુખ્ય જૂનાગઢ ચુંટણી અધિકારી અને કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લામાં મતદારો મતદાર યાદીમાં તેમનું નામ હોય તો તેમનું નામ દાખલ કરી શકે અને સુધારો કરી શકે તે માટે તારીખ 1 જાન્યુઆરી 2017ની લાયકાતની તારીખે તૈયારી થતી મતદારી યાદી સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ તા.1 જુલાઇથી ચાલી રહ્યો છે. કામગીરી 31 જુલાઇ સુધી ચાલશે. જે અંતર્ગત મતદાર યાદીમાં નામ દાખલ કરવા, ચૂંટણી કાર્ડમાં નામમાં, અટકમાં, જન્મ તારીખમાં સુધારો કરવા માટે અથવા ચૂંટણી કાર્ડ બાબતે માર્ગદર્શન જોઇતુ હોય તો કચેરીનાં સમય દરમિયા મોબાઇલ નં.7574810492 ઉપર મિસ્કોલ કરવાથી મતદારોને માર્ગદર્શન આપવામાં આવશે. જૂનાગઢ ચૂંટણી તંત્રએ મતદારોને સેવા માટે નવતર પ્રયોગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...