તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરાવા એકત્ર થયા બાદ બન્નેની ધરપકડ કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાર્ક અને નિવૃત કર્મી સામે પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું

જૂનાગઢડિવીઝનમાં ફરજ બજાવતા કલાર્ક પી.સી.પરમાર અને નિવૃત કર્મચારી મેરામણ અરસીભાઇ દાસા મળી રૂ.1.76 કરોડનું કૌભાંડન કર્યું છે. કલાર્ક નિવૃત થયેલા કર્મચારીઓનાં એરીયસનાં બિલ બીજી વખત મુકી રૂપિયા પોતાનાં એકાઉન્ટમાં જમા કરાવી દેતા હતા. અંગે વન વિભાગને જાણ થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બાદ વન વિભાગે બન્ને સામે સી.ડીવીઝન પોલીસમાં રૂ.1.17 કરોડનું કૌભાંડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની તપાસ કરતા પીએસઆઇ એસ.એમ.સોલંકીએ જણાવ્યુ હતુ કે હાલ ઘટનામાં પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પુરાવા એકત્ર થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...