તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વિસાવદર પંથકમાં વીજ કચેરીનાં અણધડ વહિવટ સામે ભારે રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર પંથકમાં વીજ કચેરીનાં અણધડ વહિવટ સામે ભારે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરપંથકમાં વારંવાર વીજળી ગુલ થઇ જાય છે જેથી લોકોમાં વીજતંત્ર સામે રોષ ભભુકી ઉઠયો હતો અને કચેરીનાં અણધડ વહીવટની સામે 7 ગામનાં લોકોએ મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

વિસાવદર તાલુકાનાં મોટા પીંડાખાઇ, શોભાવડલા (લશ્કર), કાના વડલા, નાની પીંડાખાઇ જાંબુડા સહીતના ગામોમાં મોટા કોટડા 66 કે.વી. સ્ટેશન મારફત વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે જે વીજલાઇનમાં અવાર-નવાર વીજ ફોલ્ટ થવાથી વિસ્તારમાં વીજળી ગુલ થઇ જાય છે. જેથી ખેડુતોને પણ પુરતો વીજ પુરવઠો નથી મળતો જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને 7 ગામનાં લોકોએ વિસાવદરનાં મામલતદારને વીજ કચેરીનાં અણધડ વહીવટ સામે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી અને નિયમીત વીજ પુરવઠો આપવા માંગ કરી હતી જેથી ખેડુતો વરસાદ ખેંચાતા પોતાનાં મુરઝાતા પાકને વાવ, બોરમાંથી પાણી આપી બચાવી શકે. હવે જોવુ રહ્યું કે તંત્ર દ્વારા પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે છે કે નહીં. જૂનાગઢ જિલ્લામાં અપૂરતો વરસાદ અને મુંડાનાં ત્રાસથી પાક નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે વિજતંત્ર પણ વિલન બન્યું છે.

જયારે વીજ ફોલ્ટ થાય છે ત્યારે લોકો દ્વારા વિસાવદર વીજ કચેરીમાં ફોન કરવામાં આવે છે પરંતુ રીસીવર સાઇડમાં રાખી દેવાતા ફોલ્ટ લખાવી શકાકતો નથી તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ ફોન ઉપાડતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તસવીર- વિપુલ લાલાણી

કચેરીમાં ફોન રીસીવર સાઇડમાં મૂકી દેવાય છે : આક્ષેપ

7 ગામનાં લોકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર, ઉકેલ લાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો