તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • માણાવદર પાલિકા સદસ્યનો પુત્ર ડેંગ્યુનાં તાવમાં સપડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણાવદર પાલિકા સદસ્યનો પુત્ર ડેંગ્યુનાં તાવમાં સપડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાકેટલાક સમયથી જૂનાગઢ જિલ્લામાં મચ્છરજન્ય અને પાણી જન્મ રોગચાળો વકરી રહ્યો હોય તેમ લોકો બિમારીમાં સપડાઇ રહ્યા છે. ડેંગ્યુ જેવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયું છે અને વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે માણાવદર પંથકમાં ડેંગ્યુએ દેખા દીધી હોય તેમ ન.પા.નાં મહિલા કોર્પોરેટરનાં પુત્રને ડેંગ્યુ પોઝીટીવ આવતા સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અંગેની જાણવા મળતી વિગત મુજબ માણાવદરથી 10 કી.મી દુર આવેલા ઉટડી ગામે વાડી વિસ્તારમાં રહેતા અને માણાવદર નગર પાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપતા નિમુબેન ધર્મેશભાઇ સંખરેલીયાનાં પુત્ર રાહુલ સંખરેલીયા (ઉ.વ.18)ને ડેંગ્યુ પોઝીટીવ આવતા સારવારમાં માણાવદરની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જયાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોરઠમાં ડેંગ્યુએ દેખા દેતા આરોગ્ય વિભાગે આગોતરૂ આયોજન કરી ગ્રામ્ય વિસ્તારોમાં ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને લોકોમાં પાણીજન્મય અને મચ્છરજન્ય રોગ વિષે જાગૃતી આવે તેવા પ્રયાસો હાલનાં તબક્કે હાથ ધરવામાં આવ્યા છે. પંથકમાં ડેંગ્યુનો કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે.

ઉંટડી ગામે વાડીએ રહેતો હતો : સારવારમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો