તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર પાસે હામાપુરનાં યુવાન પર જીવલેણ હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરનાંપીંડાખાઇ ગામનાં પાટીયા પાસે અગાઉનું મનદુ:ખ રાખી 8 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરનાં પીંડાખાઇ ગામનાં પાટીયા પાસે ગત તા.9નાં બપોરનાં અરસામાં અમરેલી જિલ્લાનાં હામાપુર ગામનાં વિજય ચાંપરાજભાઇને પીંડાખાઇ ગામનાં જેસલ દેવકુ, મંગળુ દેવકુ, જોરુ દેવકુ, રણજીત મંગળુ અને તેની સાથે અન્ય ચાર અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી પાઇપ, ધોકાથી આખા શરીર પર આડેધડ માર મારી માથા, પગ અને ખંભાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી તને આજે પુરો કરી નાંખવો છે એવી ધમકી આપી હતી. હુમલાનાં બનાવમાં હામાપુર ગામનાં ભરત ચાંપરાજભાઇ ખાખડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ ચાંડપાએ આગળની તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં કેશોદમાં અજાબ રોડ પર ગંગનાથપરા પાસેથી હે.કો. રામોલીયાએ રાયકાનગરમાં રહેતા રબારી શખ્સ દેવરાજ પાંચા રાડાને વરલીમટકાનાં જુગાર રમતા ઝડપી લઇ 180નો મુદામાલ કબ્જે કરી તેની વિરુધ્ધ કાર્યવાહી કરી હતી. યુવાન પર હુમલાનાં બનાવને લઈ પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

8 શખ્સો પાઇપ, ધોકાથી તૂટી પડ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો