તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેક શિવલિંગ પર જળાભિષેક કરી શકશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભવનાથ મંદિરનાં વિકાસ માટે નવ સંતોની સમિતી બનાવાઇ

જૂનાગઢનાંભવનાથ મહાદેવ મંદિરનાં મહંતપદનો વિવાદ હાલ ચાલી રહ્યો છે. ત્યારે હાલનાં મહંત હરિગીરી મહારાજે અૈતિહાસિક નિર્ણય લીધો છે. જે મુજબ મંદિરનાં ગર્ભગૃહમાં કોઇપણ વ્યક્તિ પ્રવેશ કરીને જળાભિષેક કરી શકશે.

જૂનાગઢનાં ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતપદે હરિગીરી મહારાજ બિરાજે છે. મહંતપદની મુદ્દત પુરી થઇ ગઇ છે. અને મહંતપદને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે સોમવારે મહંત હરિગીરી મહારાજની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. જેમાં મંદિર અને ભવનાથનાં વિકાસ માટે ચર્ચા કરાઇ હતી. મિટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ મંદિરનાં ગર્ભગૃહમાં સામાન્ય વ્યક્તિ જળાભિષેક કરી શકતો નથી. ત્યારે આજે ઐતિ હાસિક નિર્ણય લઇ દરેક લોકો માટે મંદિર ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. હવેથી દરેક વ્યક્તિ ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી શકશે. મહંત હરિગીરી મહારાજની ઉપસ્થિતીમાં બપોરનાં લોકોને ગર્ભગૃહમાં પ્રવેશ આપી જળાભિષેક કરાવ્યો હતો. મહંત હરિગીરી મહારાજે કહ્યું હતું કે, આરતી અને ભોગ સમયે જળાભિષક બંધ રહેશે. અને ટ્રાફિકને ધ્યાને રાખી મંદિરમાં અેક દરવાજો બનાવવાનો વિચાર કરવામાં આવશે.

હરિગીરી મહંતપદે રહેશે ત્યાં સુધી સમિતી કાર્યરત

મંદિરની અંદર ટ્રાફિક થશે તો એક દરવાજો બનાવવામાં અાવશે

ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત પદનાં વિવાદ વચ્ચે ઐતિહાસિક નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો