તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જુડાનો નકશો રદ ના થઇ શકે તો સુધારા સાથે નવો તૈયાર કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુડાનો નકશો રદ ના થઇ શકે તો સુધારા સાથે નવો તૈયાર કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંશહેરી વિકાસ સતા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલો વિકાસ નકશો જે ચર્ચાસ્પદ અને વિવાદપૂર્ણ હોય મોટા ભાગના ગામોમાં તેનો વિરોધ ઉઠયો છે. નકશો અતિવિનાશકારી અને ભ્રષ્ટાચારથી ખદબદતો નકશો છે. ત્યારે નકશો રદ કરવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જો નકશો ટેકનીકલ કારણોસર રદ થઇ શકે એમ હોય તો તેના વિકલ્પરૂપે અા નકશામાં જે વિસ્તારો મનમાની પૂર્વક વધારવામાં આવ્યા છે તે રદ કરવા જોઇએ. જૂનાગઢ શહેરની હદમાં આવતા ગામડાઓ સીવાયના તમામ ગામોને નકશામાંથી બાકાત રાખવા જોઇએ. નકશાને લીધે મોટાભાગની ખેતીની જમીનો કપાત થતી હોય જો શહેરની હદમાં આવેલા સીવાયના ગામડાઓને બાકાત રાખવામાં આવે તો જમીન કપાતનો પ્રશ્ન નિવારી શકાય. એવી રીતે ખોટા રીંગરોડ અને બાયપાસ કનેકશનો જે મેન્સન કરવામાં આવ્યા છે તે દુર કરવા જોઇએ અને બાયપાસને જોડતા લગત રસ્તાઓ છે તેને રીંગરોડ કરવાને બદલે પહોળા કરવા જોઇએ. શહેરમાં ઇન્ડિસ્ટ્રીયલ વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રેસીડેન્શીયલ વિસ્તારોમાં રેસીડેન્ટ ઝોન, એવી રીતે નકશો તૈયાર કરવામાં આવે તો લોકો પ્રકારના નકશાને ચોક્કસ આવકારશે. આમ ભાજપનાં આગેવાને મુદ્દે સરકારને રજૂઆત કરી છે.

શહેર ભાજપના પૂર્વ પ્રમુખનો સીએમને પત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો